પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.


તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:
પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: |
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ |
સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ || 10 ||

અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ