પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -
વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: |
સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો
વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: || 14 ||

અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.

અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે
નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:
સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત
સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: || 15 ||

અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું