પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.

મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં
પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ |
મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા
જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા || 16 ||

અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.

વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:
પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે |
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ
ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: || 17 ||