પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –
ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ |
ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા
ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ || 19 ||

અર્થ : હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનં રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.

ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં
કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે |
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં
શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: || 20 ||

અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે.