પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.

ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં
ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: |
ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને |
ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: || 21 ||

અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.