પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં
ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |
ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું
ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: || 22 ||

અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્
પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ |
યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના
દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: || 23 ||

અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે