પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમસ – એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.

કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદં
કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: |
ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા
દ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ || 31 ||

અર્થ : હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે
સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી |
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ || 32 ||