પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ : હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે
ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય |
સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનો
રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા || 33 ||

અર્થ : હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત
ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં |
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર
પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય || 34 ||