પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ : હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: |
અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ || 35 ||

અર્થ : ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ ‘મહિમ્નસ્તોત્ર’ જેવી બીજી કોઈ સ્તુતિ નથી, ‘અઘોર’ નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.

દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: |
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ || 36 ||

અર્થ : દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.