પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુસુમદશનનામા સર્વગંધર્વરાજ:
શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ |
સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા
ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: || 37 ||

અર્થ : કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ
પઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:
વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન:
સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ || 38 ||

અર્થ : આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ