પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ |
અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન || 39 ||

અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.

ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: |
અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: || 40 ||

અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.

તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: |
યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: || 41 ||

અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી.