પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: |
સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે || 42 ||

અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન
સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ |
કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન
સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ || 43 ||

અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.

ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત…..