પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૦૨ આત્માના આલાપ હતી. આંટીએ આપીને લીધેલી ખાદીની સાડી તેણે શરીર પર ધારણ કરી હતી. રેશમી સાડી, ઘરેણાં અને હીરાનો ચૂની પહેર્યા હોય ત્યારે એની સુંદરતા રાજારામનને આકષી જતી...પરંતુ ખાદીની સાડીમાં તે આવી ત્યારે પણ એવી જ સંદર્યવતી અને આકર્ષક લાગી. આથી અલંકાર તેને સાંદર્યવંતી બનાવતા હતા કે અલંકારને તે સંદર્ય પ્રદાન કરતી હતી, એ તેને સમજાયું નહિ. તેમાંય પાંચછ દિવસથી તેને જોઈ ન હોવાથી અને અત્યારે એકાએક ખાદીની સાડીમાં જોવાથી તેને નિત્ય કરતાં વધુ આકર્ષક લાગી. - કાંઈ પણ બેલ્યા વગર કેફી મેજ પર મૂકીને મૂર્તિને નમન કરતી હોય તેમ તેની સામે બંને હાથ જોડી મરમ ઊભી રહી. તેની આંખે સાથે આંખ મેળવતાં રાજારામનને સંકોચ થ.. તારી સામે છે એ માણસ જ છે, મધુરમ ! એક મૂર્તિને નમન કરતી હોય એમ હાથ જોડીને કેમ ઊભી છે ?' શું કરું ? જ્યાં સામે ઊભેલ માણસ જ વખતો વખત મૂર્તિમંત બની જાય છે ત્યાં ?” કેને વાંક કાઢે છે?' “જેને લાગુ પડતું હોય તેને વાંક કાહું છું, એમ માની લે. મૂર્તિનું તે ફક્ત શરીર જ પથ્થરનું હોય છે, જ્યારે મૂર્તિ જેવા માણસેનું હૃદય પણ પથ્થરનું બની જાય છે. . ...

:

. . કેફી પીઓ. ઠંડી થઈ જશે...' પથ્થરને વળી ઠંડું શું અને ગરમ શું ?” એ મેં કહ્યું નથી. તમે તમારી મેળે જ કહે છે...” - રાજારામન કેફી પી ગયે. કેફી પીધા પછી કાંઈ પણ બોલ્યા વગર બેડો સમય તે એના વદનને જોઈ રહ્યો. તેની દષ્ટિ સહન ન થવાથી મદુરમે માથું ઢાળી દીધું. તેના અધર પર શરમ . . . . ; 1... : :