પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૮ આત્માના આલાપ ક ઘણું વાર ફરી ફરીને વાંચ્યું. રણમાં આશ્રયની શોધમાં રખડતા હાય ત્યારે પીવાનું પાણું મળે ને જે પ્રસન્નતા અનુભવાય એવી પ્રસન્નતા તેણે અનુભવી. - કડલૂરનો જેલવાસ ગુરુકુળની વાસ જેવો સુખદ ન હતે. વેલૂરમાં પણ ઓરડીઓ ન હતી. ત્યાં એક વૈર્ડ માં રાખવામાં આવતા બધા જ કેદીઓ આઝાદીની લડતના જ હતા. વળી જેલવાસની કઠણાઈ ભુલાવી દે એવી પ્રહદીશ્વરન જેવાની ભાવભરી મિત્રતા ત્યાં સાંપડી હતી. જ્યારે અહીં તે બધું જ કઠોર હતું. પચીસત્રીસ સમાય એટલા કૅમન વડને આગલે દિવસે સાંજે છ વાગે મારેલું તાળું બીજા દિવસે સવારે છ વાગે ખોલવામાં આવતું. શૌચકાર્ય ઉતાવળે ઉતાવળે અંદર પતાવી દેવું પડતું. માખીઓ અને મછરોને જાણે છૂટી મળી ગઈ હોય એમ ઊડતી અને ગણગણતી. જાજરૂની આવતી દુર્ગધ તે વર્ડને નરકતુલ્ય બનાવતી હતી. જેમ જેમ અંધારું થતું જાય તેમ તેમ અંદરની દુર્ગધ વધુ પ્રિસરતી. ઘને હણતી હતી તેમ જ રોગ લાવતી હતી, - ત્રીસે કેદીઓનાં નસકરને અવાજ, લવરી, સ્વપ્નાં, ખાંસી, ખાંખાર વગેરેની વચ્ચે રાત નરકની જેમ વીતતી હતી. વર્ડર બદલાતા પણ કડકાઈ ઓછી થતી નહિ. કેટલાક વિશ્વાસ કેદીઓમાંથી બનાવેલા ર્ડર ડયુટી પર હોય ત્યારે થોડી રાહત રહેતી, મોટા ભાગના કેદીએ ગુનેગાર કેદીઓ હોવાથી તેઓની સાથે આ સત્યાગ્રહી. કેદીઓને રાખવામાં આવતા હોવાથી –તેઓને બારણું ઉઘાડ્યા વગર જ બારીમાંથી ભેજન આપવામાં આવતું હતું. કેટલાક સત્યાગ્રહી એએ આ પ્રથાને વિરોધ કર્યો; પણ તાત્કાલિક તેનું કોઈ પરિણામ આવ્યું નહિ. - બે મહિના પછી પહેલી વખત મુત્તિલપન અને તેની રાજારામનને મળવા આવ્યા. તેમને મળવાથી રાજારામને રાહતની