________________
૧૦ આત્માના આલાપ કઈ અવ્યક્ત ભયથી મારો હાથ ધ્રુજી ગયો. પહેલી પંક્તિ પરથી સમાચારની વિગત જાણ્યા પછી, થોડીક પળ સુધી હવે શું કરવું એ સૂઝયું નહિ. “સડસઠ વરસ વટાવી ગયેલા પ્રખર દેશસેવક, ચુસ્ત ગાંધીવાદી તેમ જ અપરિગ્રહી એવા સર્વોદય નેતા ગાંધી રામન મદુરે પાસે આવેલા સર્વોદય સેવાશ્રમમાં હૃદય રોગના હુમલાથી વહેલી રાતે મરણ પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા આવતી કાલે સાંજે છ વાગે નીકળશે...” એવા એ સમાચાર હતા. - મારી આંખ ભીની થઈ ગઈ. વીસ વરસ પહેલાં ગાંધીજી ગળાથી વીંધાઈને મરણશરણ થયા, તે સમાચાર પર મેં આઠ કૅલમને લેખ લખે ત્યારે મારી આંખે આવી જ રીતે અશ્રુભીની થઈ હતી. પત્રકારના ક્ષેત્રમાં પૈસા કમાવાની, કીર્તિ પ્રાપ્ત કરવાની, જીવન જીવવાની વગેરે જે તકે છે, તેવી જ તકે અશ્રુ સારવાની અને મે મેળવવાની પણ છે. ઘણું વરસોના પ્રયત્ન પછી બિસ્માર્ક જર્મની એક કર્યું તેમ પાંચસો પાંસઠ દેશી રજવાડાવાળા ભારતને એક કરવાની સફળતા મેળવનાર સરદાર પટેલનું મૃત્યુ, જેનાં ગુલાબી સ્વપ્નો નાશ પામ્યાં છે એવા જવાહરલાલ અને વીરમૃત્યુને ભેટનાર લાલબહાદુર શાસ્ત્રી વગેરે દેશભક્તોના મૃત્યુ વખતે એક દેશભક્ત તરીકે તેમ જ તંત્રી તરીકે હું અત્યંત દુઃખી થયો છું. નયા ભારતના સર્જનના ઘડતરમાં પિતાના સર્વસ્વની કુરબાની આપનારાઓને આપણું વચ્ચેથી આમ એક પછી એક વિદાય લેતા જોઈને હું વ્યથિત થયે છું. ત્યાગ, ગૌરવ, દેશભકિત, સાહસ અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ધરાવનારી આવી વ્યકિતઓને એક પછી એક વિદાય લેતી જોઈને તેમ જ હોદ્દો, ચૂંટણી, પક્ષમાં ભાંગફેડ અને અસિથરતાને કાળ સામે આવતે જોઈને દરરોજ મનમાં વ્યથિત થતું હતું. પણ ગાંધીગ્રામનના મૃત્યુના સમાચારે તે મારા પર વીજળી ત્રાટકી હેય એવી અસર કરી.