પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

મે મહિનાનું પ્રથમ સપ્તાહ હતું. ચિત્ર ઉત્સવને આનંદેલા અત્યારે મદુરેમાં નથી. ઉત્તર ચિટ શેરીમાં અંધારું છવાઈ ગયું છે. કોઈ કારણ વશાત્ મ્યુનિસિપાલિટીના દીવાઓએ આંખ મીંચી દીધી છે. કેઈ એક ગરીબ બાળકને ઊંઘાડવા માટે હાલરડું ગાતો હોય એમ એક વણકર ડુગડુગિયું વગાડતા વગાડતાં અલિઅરસાણી માતી રાગમાં મદુરના વીરની ગાથા લલકારતે હતે. મીનાક્ષી મંદિરની દીવાલ સાથે અથડાઈને તે ગીતના ભયંકર પડઘા પડતા હતા. તે દીવાલને અડીને આવેલ બગીચામાંની નારિયેળીનાં લીલાં પર્ણોમાંથી મુક્ત, મધુર અને સુખદાયી પવન લહેરાતે હતે. તે દિવસે એટલે ૧૯૩૦ના મે મહિનાની સાતમી તારીખે વાચનાલયમાં અગત્યની એક સભા મળી હતી. દીવાલની સામે મેડા પર આવેલા તિળક રાષ્ટ્રિય વાંચનાલયના ખંડમાં હજી દીવો ઓલવાયે ન હતો. મેડાની રવેશમાં કેટલાક માણસે કેઈના આવવાની રાહ જોતા ઊભા હતા. પશ્ચિમ ચિત્ર શેરી અને ઉત્તર ચિરી શેરી જ્યાં મળે છે ત્યાં વળાંક પર આવેલી એક હોટલના આંગણામાં ખાટલો ઢાળીને પડેલા કામ કરનારાઓ બફારામાં ઊંઘ ન આવવાથી ગામચર્ચા કરતા હતા. વાંચનાલયની રવેશમાં ઊભેલા જેની રાહ જોતા હતા તે રાજારામન અન્નકુળ મંડપની પાછળ થઈને વાંચનાલયમાં આવ્યું ત્યારે સાડા અગિયાર થઈ ગયા હતા. તેના હાથમાં મદ્રાસમાંથી પ્રગટ