પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ . ભાગ જેટલું અંતર ખુલ્યું હતું. આ અંતર કેવી રીતે કુદીને આવી. હશે તેનું તેને આશ્ચર્ય થયું. આ સંશય સાથે તે ધાબા પર આવ્યું. બંને દીવાલ પર એક જૂના હીંચકાનું પાટિયું પુલની જેમ મૂકેલું હતું. તે આ નિહાળી રહ્યો હતો ત્યારે મરમ ચાંદીની તાસકમાં વરાળ નીકળતી ગરમ ગરમ ઈડલી લઈને પાટિયા પર થઈને આવી તેના હાથમાં પાન પણ હતાં. રાજારામનને એકાએક તેની મશ્કરી કરવાનું મન થયું. દીવાલ ઠેકવા જેટલી હિંમત તારામાં આવી ગઈ છે નહિ, મદુરમ !” શું થાય ? હું તેમ ન કરું તે તમારે કરવું પડે !' મારે કેમ કરવું જોઈએ ?' જરૂર નથી ! હું જ કઇ છું... શા માટે નાહક ઝઘડો. કરો ? જમવા બેસે.' ધાબા પર જ બેસવાનું છે ? નહિ. ખુલ્લામાં જમવા બેસવું જોઈએ નહિ, શાસ્ત્રમાં કહ્યું. છે. સાથે ઉકળાટ પણ છે... . - “ઠેકીને આવવા માટે શાસ્ત્રમાં કાંઈ નહિ કહ્યું હોય એમ લાગે છે...' દીવાલ પર ચઢીને ઠેકવાની તકલીફ આપનાર દેવને આ પ્રશ્ન કરવો જોઈએ.' – રાજારામન અંદર આવીને બેઠે, મરમે પાન પાથરી ઈટલી મૂકી, બંગડીઓ પહેરેલા સુંદર ગુલાબ જેવા હાથથી–બગલાની પાંખ જેવી અને મોગરાના ગેટા જેવી ઈટલી પીરસતી હતી ત્યારે લાલ. કમળ સફેદ કમળ મૂકતું હોય, એવો આભાસ થા. સેલત્તશ્મન મંદિર પાસે આવેલ ઘાણીનું પીલેલું તલનું તેલ અને મરચાની ભૂકી, ઈટલીને અમૃત જેવી સ્વાદિષ્ટ બનાવતાં હતાં.

  • .

. : - - - - - -