પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'બચ્ચા લખા! ધોમ બપોર ટહેલ્યા
છતાં મળી ના પઈની મજૂરી! '
ને ફેરવી આંખ, દઈ નિસાસો
બોલ્યોઃ 'અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,
આધાર કૈં થાય જરાક પાણીનો!'
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે
'અરે! બધો દેશ ભર્યો ગરીબનો,

કોને દિયેં ને દઈએ ન કોને?'
કોઇ કહેઃ 'એ ખરી ફર્જ રાજ્યની!'
ને કો કહેઃ 'પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય!'
ત્યાં એકને કૈંક દયા જ આવતાં
પત્ની કને જ કહ્યું : 'કાંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દો!'
'જોવા સિનેમા જવું આજ છે ને!
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે,
ભૂલી ગયા છેક જ આવતાં દયા?'
દયાતણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સુઝ્યું ન આપવાનું!
ને ત્યાં સિનેમા સહગામી મિત્ર કહેઃ
'દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બૂઝર્વા જન માત્ર કલ્પિત!'
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર,
'મજૂરી કે અન્નની આશ ખોટી!'
છતાં વધુ મન્દ થતાં અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે
'સજાવવાં કાતર ચપ્પુ કોઈને!'

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,