આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂર્વજન્મનાં પાપ નર્મદા જળ શુદ્ધ કરશે
નવીન જન્મ શૂરવીર થકી એ ખોળે ભરશે
હું ક્યાં જોવા રહું નવીન એ જન્મ જ તારો
માત દુઃખ મૂંઝવણે ગાળી નાખ્યો જન્મારો
હશે ન મુજ મન દુઃખ વિશેષે એ વિશેનું
અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લ્હેણું
સો આપું લઈ એક સહસ્ત્ર આપું એકે
ગુર્જર દેશ ફરી જોઉં દીપતો સત્ય વિવેકે