પૃષ્ઠ:Akbar.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
અકબર.


તેમના ભૂતપૂર્વ બાદશાહોએ સર કરેલા કેટલાક પ્રાંતો દિલ્હીની ગાદીથી જુદા પડ્યા. સને ૧૩૮૮–૮૯ માં આવેલી તૈમુરની સવારીથી તેની લથડતી સત્તાને એક કારી ઘા વાગ્યો. ત્યાર પછી તે વખતના તે વંશના પ્રતિનિધિના હાથમાં મરતી મરતી બાર વર્ષ સુધી સત્તા રહી. પછીથી થોડા વખત સુધી રાજત્વનો હક ન ધારણ કરનારા એક વંશના હાથમાં ગાદી ગઈ. ઇતિહાસમાં સૈયદ વંશને નામે ઓળખાયેલા આ કુટુંબે ઉત્તર હિંદુસ્તાનમાં આશરે તેત્રીસ વર્ષ સુધી નામનું રાજ્ય કર્યું. પણ તે રાજ્ય કેવળ છિન્નભિન્ન હતું, અને લોદી જાતના એક બલવાન અફઘાને પોતાના હાથમાં સઘળી સત્તા જમાવવાનો પ્રયત્ન કરવાની તક લીધી.

આ વખતે હિંદુસ્તાનમાં મુસલમાની રાજ્યે, કોઈ પણ એક સત્તાને અધીન રહ્યા વિના જુદા જુદા સરદારોનું જુદા જુદા જીલ્લાઓ ઉપરના રાજ્યનું રૂપ લીધું હતું. આ પ્રમાણે સને ૧૪૫૦ માં દિલ્હી તેની આસપાસની થોડી હદ સાથે સૈયદ વંશના એક પ્રતિનિધિના હાથમાં હતું. આ રાજધાનીની ચૌદ માઈલની અંદર અહમદખાં મેવાતમાં સ્વતંત્ર રાજ્ય કરતો હતો. છેક દિલ્હીની કોટની રાંગ સુધી પહોંચતો, શંભાળ અથવા હમણાં રોહિલખંડને નામે ઓળખાતો જીલ્લો ર્યાખાં લોદીને કબજે હતો. જાલેશ્વર આજનો ઇટાવા છેલ્લો તે સાખાં તુર્કના હાથમાં હતો. ફરૂખાબાદના નામથી હાલ ઓળખાતો જીલ્લો રાજા પ્રતાપસિંગના, બીયાના, દાઉદખાં લોદીના, અને લાહોર દીપાલપુર તથા છેક પાણીપત સુધી સરહિંદનો મુલક બેહલુલખાં લોદીના હાથમાં હતો. મુલતાન, જુઆનપુર, બંગાળા, માળવા, અને ગુજરાત એ દરેકમાં જુદા જુદા રાજાઓ રાજ્ય કરતા હતા.

સૈયદ વંશ નાશ પામ્યા પછી પૂર્વમાં ઉપરમાંના ઘણાખરા જીલ્લાઓ ઉપર અને પશ્ચિમે બીહારની લગોલગ ઉત્તર તરફ આવેલા મુલક સુધી સુલતાન બેહ્‌લુલને નામે ઓળખાતો બેહ્‌લુલ લોદી પોતાની સ્વતંત્ર સત્તા જમાવવામાં વિજય પામ્યો. સને ૧૪૫૦–૮૮ એજ પુત્ર અને ઉત્તરાધિકારી સિકંદર લોદીએ બિહાર સર કર્યું અને મધ્ય હિંદુસ્તાનના કેટલાક ભાગ ઉપર ફરી વળ્યો. તેણે બંગાળા ઉપર હુમલો કર્યો. પણ બંગાળાનો મુલક