પૃષ્ઠ:Akbar.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.


પ્રકરણ ૪ થું.

બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.

હિંદુસ્તાનના ઇતિહાસના પ્રથમ યુગમાં, એટલે એક પુરાતન કાળથી તે અગીઆરમા સૈકાની શરૂઆતના મહમદ ગીઝનીની સવારી સુધીના સમયમાં, ઉતરવાની મારી મરજી નથી. તે સમયનું સવિસ્તર જ્ઞાન આપણને કંઈજ નથી. આપણે ફક્ત આટલુંજ જાણીયે છીયે કે સિંધુ નદીથી કેપકોમોરીન સુધી આ દેશમાં જુદી જુદી ભાષાઓ બોલતી કેટલીક ભિન્ન ભિન્ન જાતો વસતી હતી, બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈનના ધર્મો પ્રવર્તતા હતા, અને જુદા જુદા રાજાઓ વચ્ચે વખતો વખત માંહોમાંહે લડાઇઓ થતી હતી અને તે ઘણે ભાગે ધર્મહેતુક હતી.

ચાલતા તંત્રમાં ભેદ પાડવા પહેલવહેલી મહમદ ઘઝનીની સવારી ઈ. સ. ૧૦૦૧ માં આવી. પણ મહમદ અને તેની પછી આવનારા ઘઝની વંશના બાદશાહો દિલ્હી, રાજપૂતાના અને ગુજરાતના દૂરતમ સીમાન્ત સુધી પહોંચી વળ્યા હતા તોપણ પંજાબની આણી તરફ તેમણે ચિરસ્થાયી સત્તા સ્થાપી નહતી. સતલજના અગ્નિકોણનો પ્રદેશ હજી હિંદુ રાજાઓનાજ હાથમાં હતો પણ સને ૧૧૮૬ માં ઘઝનીના વંશનો ઘોર અથવા ઘુર નામના વંશે નાશ કર્યો. આ વંશ હીરાતની અગ્નિકોણમાં તે શહેરથી એકસો વીસ માઈલ દૂર કાબુલના રસ્તા ઉપર આવેલા પશ્ચિમ અફગાનિસ્તાનના એક ઘુર નામના જીલ્લાના કોઈ અફગાને સ્થાપ્યો હતો. ઘોરી વંશને ઠેકાણે વળી સને ૧૨૮૬ માં ખીલજી અથવા ઘીલજી વંશ આવ્યો. આ વંશના બાદશાહોએ દિલ્હી અને હાલમાં વાયવ્ય પ્રાંત (હવે સંયુક્ત પ્રાન્ત) ને નામે ઓળખાતા તેની આસપાસના પ્રદેશમાંના કેટલાક ભાગ ઉપર બહુ કીર્તિથી રાજ્ય ચલાવ્યું, તેમજ નર્મદા અને દખ્ખણ સુધી પોતાની આણ વર્તાવી. પણ તેમણે સને ૧૩૨૧ માં તઘલક ગુલામોમાંથી ઉત્પન્ન થયેલા તઘલક વંશને માટે જગા કરી. તઘલકોમાં એકીકરણની કળાનો અભાવ હતો. તેમના નવાણું વર્ષના રાજ્યમાં