પૃષ્ઠ:Akbar.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ કચ્છ સ્મારક

ગ્રંથમાળાનો ઉપોદ્‌ઘાત.

દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ કચ્છના દીવાન હતા ત્યારે તેમણે જે ઉત્તમ કાર્યો કર્યાં તેનું સ્મરણ રહેવા માટે તે દેશના લોકોએ એક ફંડ ઉભું કર્યું હતું તેની પ્રોમીસરી નોટો રૂ. ૮૭૫૦) ની લેઈ સન ૧૮૮૮ માં સોસાઈટીને સ્વાધીન કરવામાં આવી છે. તેની એવી શરત છે કે, તેના વ્યાજમાંથી અર્ધી રકમ ગુજરાતી પુસ્તકો રચાવવા માટે ઈનામ આપવામાં વાપરવી અને બાકીની બધી રકમમાંથી પુસ્તકો ખરીદ કરી અમુક લાઈબ્રેરીઓમાં આપવાં. આ સરત પ્રમાણે આજ સુધીમાં આ ફંડમાંથી નીચેનાં પુસ્તકો રચાવી સોસાઈટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.

૧ ઈંગ્લાંડની ઉન્નતિનો ઇતિહાસ…
૨—૦—૦
 
૨ પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન.…
૧—૦—૦
 
૩ પ્રાચીન ભારત ભાગ ૧ લો…
૦—૧૨—૦
 
૪ રૂશિયા.…
૦—૬—૦
 
૫ લોકોપયોગી શારીરવિદ્યા.…
૦—૪—૦
 
૬ અકબર.…
૦—૮—૦
 

ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીની ઑફીસ.
તા. ૨૫ ફેબ્રુઆરી સન ૧૯૧૩.