પૃષ્ઠ:Akbar.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
અકબર


ભળીને તે પાટણ ઉપર ચડ્યો અને ત્યાં આગળ બાદશાહી લશ્કર સાથે ભેટ્યો. આ ભેટામાં તે એમને હરાવાની તૈયારીમાં હતો તેવામાં એની ફોજ લૂંટફાટ સારૂ વિખરાઈ જતાં મુગલ લશ્કર પાછું એકઠું થયું અને પરાજયનો વિજય કરી નાંખ્યો. આ પરાક્રમના સમાચાર કબરને સુરત આગળ જ મળ્યા. પેલા દ્રોહી સરદારે હજી પોતાનાથી બને એટલું તોફાન કરવાના નિશ્ચયથી રજપૂતાના સોંસરો પંજાબનો રસ્તો લીધો. રસ્તામાં બે ત્રણ હારો ખાધી પણ દરેક વેળા પોતાની જીંદગી જાળવી શક્યો અને લૂંટફાટ કરતો પાણીપત સોનપત અને કર્નાલ સુધી ચાલ્યો ગયો. પંજાબમાં એનો બાદશાહી લશ્કરની સાથે ભેટો થયો, તેમનાથી હાર ખાધી અને પછી કેટલાંક સાહસો અનુભવીને મુલતાન આગળ એક માછીની ટોળીને હાથે એ ઘવાયો અને કેદ થયો–અને તે ઘાની અસરથી મરણ પામ્યો. આખરે આ વર્ષમાં મોગલ ફોજે જાલંધર દુઆબમાં આવેલ કાંગ્રાનો મજબૂત કિલ્લો લેવાનો યત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયો. ઘેરો ઘાલતાં દુર્ગરક્ષકોને અણીના સમય ઉપર આણી મૂક્યા હતા. પણ તેઓને આગળ પાછા હઠવું પડ્યું હતું. કાંગરા કબરના પુત્રના રાજ્ય પહેલાં મુગલના હાથમાં આવ્યું નહીં.

ગુજરાતની જીત પૂરી થઈ છે અને લીધેલાં પગલાંથી લોકોનો વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો છે એમ સમજી અકબરે ગુજરાત છોડ્યું હતું–પણ એકવાર રાજ્ય કરી ગયેલા માણસોના મનમાં રાજ્ય કરવાનો ઉત્સાહ કેટલો બધો હોય છે તેના ઉપર અકબરે પૂરો વિચાર કર્યો ન હતો. આગ્રે પહોંચ્યાને ઝાઝો વખત થયો ત્યાર પહેલાં તો પદભ્રષ્ટ થયેલા આ ઇલાકાના અને અમીરોએ લશ્કર ઊભું કરવા તથા દેશને દુઃખ દેવા માંડ્યું. આ સંકટને ઉગતું જ દાબી દેવાનો નિશ્ચય કરીને કબરે પશ્ચિમ હિંદુસ્તાન ઉપર એક બીજી સવારી તૈયાર કરી અને પોતાના લશ્કરને આગળ મોકલી પોતે એક વેગવાન ઊંટ ઉપર ચઢી લશ્કરને મળવા સારૂ એક રવિવારે પ્રભાતમાં ઉપડ્યો. નામની પણ લગામ ખેંચ્યા વિના જયપુર અને અજમેર વચ્ચે સીત્તેર માઈલ ઉપર આવેલા ટોડે પહોંચ્યો. ત્રીજા દીવસની પ્રભાતે એ અજમેર પહોંચ્યો. ત્યાં પેલા ફકીરની દરગાહ આગળ હમેશના રીવાજ મુજબ બંદગી