લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akhegita.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પૂર્વછાયા

હરિ થાય તે હેત સમઝે, દેહાતીત છે આત્મા;
પરાત્પર[૧] પરબ્રહ્મ કેવળ, તેને ન આવે વાતમાં ૧

અમલ આતમ એક પૂરણ, અખંડિત અવિનાશ;
અજર [૨] અમર અનામ [૩] અવ્યય [૪] પૂરણ જ્યોતિ-પ્રકાશ. ૨

તેને આદ્ય અંત્ય ને મધ્ય નહિ, નહિ જેહને દેશ-કાળ;
છાયા-માયા-વપુ [૫]-વર્જિત, માપરહિત વિશાળ. ૩

અધો[૬] ઊર્ધ્વ [૭] મધ્ય નહિ, નહિ દિવસ ને રાત;
બાલ યૌવન વૃધ્ધ નહિ, ભાઈ તેવડે સર્વે ભાત. ૪

ત્યાં વારિ [૮] વાયુ વસુધા[૯] નહિ, નહિ અનલ [૧૦] ને આકાશ;
સર્વમાંહીને સર્વવર્જિત, નહિ ઉત્પત્તિને નહિ નાશ. ૫

માનવદાનવ [૧૧] દેવ પન્નગ [૧૨], નાગ નહિ નર નાર ;
સર્વ કેરૂં જીવન સદા, પણ સ્પર્શે નહિ લગાર. ૬

તપ્ત [૧૩] શીતલ સુભગ [૧૪] સુંદર, કહ્યો ન જાય તેહ;
મૂલ માપ ન થાય, નહિ પ્રેહ [૧૫] નિસ્પ્રેહ. ૭

ક્ષીર ખટર્સ મધુર મોળું, તીક્ષ્ણ [૧૬] મિષ્ટ ન કહેવાય;
દીર્ઘ લઘુ કે વામ દક્ષિણ, સર્વ વર્જિતનેં માંય; ૮

નીલ [૧૭] પીત [૧૮] કે શામ [૧૯] ઉજ્જ્વળ, રહિત અવસ્થા ચાર [૨૦]


  1. ↑ માયાથી શ્રેષ્ઠ.
  2. ↑ વૃદ્ધાવસ્થાથી
  3. ↑ નામથી રહિત
  4. ↑ વિકારથી રહિત
  5. ↑ જળ.
  6. ↑ નીચે
  7. ↑ ઉપર
  8. ↑ જળ
  9. ↑ પૃથ્વી
  10. ↑ અગ્નિ
  11. ↑ દૈત્ય
  12. ↑ સાપ
  13. ↑ તપેલો
  14. ↑ સારા ભાગ્યવાળો
  15. ↑ ઇચ્છાયુક્ત
  16. ↑ તીખું
  17. ↑ આસમાની
  18. ↑ પીળો
  19. ↑ કાળો
  20. ↑ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ને તુરીયા