પૃષ્ઠ:Akhegita.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૂર નિકટ [૧] કે મધ્ય છેડે, થાય નહિ નિરધાર. ૯

કહે અખો સહુકો સુણો, તેનો લક્ષ મહંતને;
એ અવાચ્ય [૨] વસ્તુ તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦


કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨


રાગ ધન્યાશ્રી

જે પ્રભુ વાણીયે ન કહેવાયજી,પામણહારો સેહેજે પલાયજી[૩];
અગમઅગોચર જેહને વેદ ગાયજી, અટપટો આશય સેહેજે સમજાયજી.

પૂર્વછાયા

સેહેજમાં સાધન લાગે, અણલિંગી અનુભવ એહવો;
વંધ્યાસુત જેમ સરાહે[૪], અચવ્યો [૫] રસ પીવો નવો. ૧

મુખવિના રસપાન કરવું, એહવું તે બ્રહ્મજ્ઞાન;
શ્રવણવિના તે શબ્દ સુણવો, નેત્રવોહનું [૬] જેમ ધ્યાન. ૨

વસ્તુગતે [૭] સેવક નહિ, અને સ્વામીને નહિ રૂપ;
ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ [૮] નહિ, એહવું તે ધામ અનુપ. ૩

જેહને વર્ણ વેષ ન રૂપ મુદ્રા [૯], તેહતણા સર્વ રંગ;
છાયા માયા નહિ જેહને, તેહના જાણો સર્વ ઢંગ. ૪

સ્થાન માન જેહને નહિ, અકલ રૂપ અપાર;
તેવડે એ સર્વ શોભે, આપે જાણણહાર. ૫

વાણી માંહે જેહ ન આવે, તેહતણી સર્વ વાણ્ય;
નેતિ [૧૦] નેતિ કરી સો કહીયે, તેહની જાણે સર્વ જાણ. ૬


  1. પાસે
  2. વાણીથી ન કહેવાય એવી.
  3. દૂર ર્હઈ જાય
  4. વખાણે
  5. નહિ અનુભવેલો
  6. આંખો વિના
  7. વસ્તુતાએ
  8. ગ્રહણ કરવા યોગ્ય ને ગ્રહણ કરનાર એવો ભાવ
  9. ચિહ્ન
  10. આ આત્મા નહિ