પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮


રા. જીવણલાલ બૅરીસ્ટર એવી જ એક સૂચના લઈને આવેલા. તેમને મહાત્માજીએ બીજે દિવસે નીચે પ્રમાણે પત્ર લખ્યો હતોઃ

સુજ્ઞ ભાઈશ્રી,

‘મને કેમ સમજવવો પડે છે? મારાથી બને તો હું આપ માગો છો તેમ ન કરૂં એવી શંકા પણ કેમ લાવો છો ? મને હઠ હોય જ નહિ. જગત્ ભૂલ ખાય, આપનાથી ખવાય નહિ. હું કરુણાથી ઉભરાઇ રહ્યો છું. આ લૉક આઉટ મને વિનાદ રૂપે નથી. મારાથી બને તેટલું કર્યા કરૂં છું. વહેલામાં વહેલો અંત આવે એવી વૃત્તિ મારી બધી પ્રવૃત્તિમાં, મારાં બધાં કાર્યમાં હોય છે. પણ મિત્રો લંબાવે છે. મને સમજાવવું નિરર્થક સમજી શેઠોને સમજાવો તો? શેઠો ને પડવાપણું નથી. મજુરોના પડવામાં કોણ સારું સમજી લે? શિક્ષિત વર્ગ અને ધનિક વર્ગ વચ્ચે અંતે ખટાશ નહિ રહે એ ખચ્ચિત માનજો. આપણે તકરાર કરવી જ નથી.’

એજ દિવસે મીલમાલિકોના ‘ગ્રુપ’માં ન જોડાનાર અને આખી લડત દરમ્યાન મજુરોને અગાઉના બેનસ આપી પોતાની મીલ ચાલુ રાખનાર શેઠ મંગળદાસ ગિરધરદાસ ઉપર નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો:

‘મારી પાસે ઘણા મિત્રો આવે છે ને મને સમજાવે છે કે મારે કોઈપણ રીતે મજુરો અને માલિકોની તકરારનો અંત આણવો જોઈએ. મારા દેહને ભોગે હું અંત લાવી શકતો હોઉં તો લાવું. પણ તેમ અંત આવે તેવું નથી. અંત