પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭


કિંમત ઉતારી દેવા માટે મને દુઃખ થાય છે. સાધારણ માણસને બાંધવાની દોરી કસમ જેવી એકેય નથી. કસમનો અર્થ એ કે આ દુનીયામાં આપણે જે ખુદાને માનીએ છીએ તેને સાક્ષી રાખીને આપણે અમુક કામ કરવા માટે તૈયાર છીએ. ઉંચે બેઠેલા કસમ વિના ચલાવી શકે છે. આપણે નીચે બેઠેલા તેમ નથી કરી શકતા. આપણે હજાર વખત પડનારાઓ માટે તો આવા કસમ લીધા વિના ચઢી શકવાનું અશક્ય છે. તમે કબૂલ કરશો કે આપણે પ્રતિજ્ઞા લીધી ન હોત અને તેનું હમેશાં સ્મરણ કર્યું ન હોત તો ક્યારનાએ આપણામાંના ઘણા ભાઇએ પડી ગયા હોત. આ પહેલાં આટલી શાંતિથી ચાલી રહેલી હડતાળ તમે કદિ અનુભવી નથી એમ તમે જ કહ્યું છે. પડવાનું કારણ ભૂખમરો છે. હું તમને સલાહ આપું છું કે તમારે ભૂખમરો વેઠીને પણ પ્રતિજ્ઞા પાળવી. છતાં તે સાથે મેં અને મારી સાથે જે ભાઈ બહેન કામ કરી રહ્યાં છે તેમની પણ પ્રતિજ્ઞા છે. કે તમને ભૂખે તો ન જ મરવા દઈએ. તમને ભૂખે મરતા અમે જોઈ રહીએ તો તમારે પડવું જ જોઈએ. આવી રીતની બેવડી સલાહની સાથે એક ત્રીજી વસ્તુ પણ રહી ગઈ. તે એ કે તમને ભૂખે ન મારીએ, પણ તમારી પાસે ભીખ મંગાવીએ. એમ કરીએ તો અમે ખુદાના ગુન્હેગાર બનીએ, ચોર બનીએ. પણ એ હું તમને શી રીતે સમજાવી શકું કે મજુરી કરીને પેટ ભરો ? હું મજુરી કરી શકું છું, મેં મજુરી કરી છે, અને હજી પણ કરૂં; પણ મને તો તક નથી મળતી. મને ઘણું કરવાનું રહેલું છે, એટલે માત્ર કસરતની ખાતર જ કેટલીક મજુરી કરી લઈ શકું છું. તમે મને એમ