પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૮૯૯ માં તેમની જનેતાના સ્વર્ગવાસ થયેા. આ સમાચાર મળતાંજ તે ઘેર આવ્યા. ૧૯૦૦માં તેઓ પુનઃ કાશી ગયા. તેએ અહીં તેમણે ૧૯૦૨ માં પોતાના પહેલા હિંદી લેખ “રાજર્ષિ ભીષ્મ પિતામહ * લખ્યા. કાશીમાં તે સેન્ટ્રલ હિંદુ કૅલેજમાં પણ અભ્યાસ કરતા રહ્યા હતા. ઈ. સ. ૧૯૦૪ની આખરે અમેરિકા જઈ તે વિધાધ્યયન કરવાની ધૂન તેમને લાગી અને ૧૯૦૫ ની શાં તેઓ કેત્રળ પંદર રૂ. ના આધાર સહિત કાશીથી નીકળી પડયા. આટલા રૂ!. વડે અમેરિકા પહોંચવું એ કઠિનજ નહિ પરંતુ અસંભવિત પણ હતું; જેથી અમેરિકા જવાનું કાંઇ સાધન શેાધવાને માટે તે મુંબઇ તરફ ગયા. પાંચ છ માસ મુંબઇ, ગુજરાત, કાઠિયાવાડ ઈ તરફ ભ્રમણ કર્યાબાદ કલકત્તે થને તેઓ ફિલીપાઈન મનીલા પહેોંચ્યા. અહીં પાંચ છ માસ મજુરીનું કામ કર્યાં પછી એક અમેરિકનને સસ્કૃતના અભ્યાસ કરાવવાનું કાર્ય ત્રણ માસ કર્યું. આ અમેરિકને તેમને શિકા- ગેાની ટીકીટ લઇ આપી. અમેરિકા જઇને તેમણે ત્યાંની શિકાગા, આરગન તથા વાશિ- ગ્ટન ઇ યુનિવર્સિટીઓમાં ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યાં. અહીં પેાતાના નિહ. ઇ ના ખર્ચે તેએ અભ્યાસની રજાઓમાં તથા ફાલતુ સમયમાં મજુરીનાં કામેાપર જઇને જે પૈસા મેળવતા તે વડે ચલાવતા. ૪. સ. ૧૯૧૦માં તેમણે વાશિંગ્ટન યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરી. અભ્યાસ દરમિયાન સમય મળતાં તે હિંદી લેખા લખી મેકલતા, જે હિંદી માસિકામાં પ્રસિદ્ધ થતા. ઇ. સ. ૧૯૧૦ માં અભ્યાસ સમાપ્ત કર્યા પછી તેઓ અમેરિ- * ચરિત્રમાળાના ૧૩-૧૪મા પુસ્તકની શરૂમાં આ લેખનું ભાષાન્તર છપાઇ ચુક્યું છે.