પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ મુન્શીરામ ( હસીને ):~' ત્યારે બિહારીલાલના પ્રેમ શી રીતે પ્રદર્શિત થાત ? ” મેં કહ્યું:- ઠીક, ચાલેા પ્રેમી, હવે પ્રદર્શન બતાવેા. ” હાસ્ય ઠઠ્ઠા કરતા અમે ત્રણે જણ થર્ડ એવિન્યુપર આવ્યા. અહીંથી પ્રદર્શનમાં જવા માટે ગાડી મળતી હતી. માર્ગમાં સ્થળે સ્થળે અમે આ જાહેર ખૈર મોટા અક્ષરે લખેલી જોઈ:- Seattle day Sep. 6 I will be there 2,00,0oo strong. મે બિહારીલાલને પૂછ્યું: “ આને અર્થશે ? ” બિહારીલાલે સમાવવા માંડ્યુંઃ— “ જ્યારથી પ્રદર્શન ખુલ્લું મૂકાયું છે ત્યારથી તેના અધિકારીએ જાતજાતના દિવસે રાખે છે. આપ જાણા છે કે પહેલી જૂનથી સાળની અટોબર સુધી અર્થાત્ સાડાચાર મહિના પ્રદર્શન રહેવાનું છે. આ સાડાચાર મહિના શી રીતે વ્યતીત કરવા ? આ સાડાચાર મહિના વ્યતીત કરવાને માટે એવી પ્રણાલી રાખવી જોઇએ કે સર્વ પ્રકારના માણસા આવત થાય અને તેમનું મન કંટાળી જાય નહિ. એટલા- માટે આવા આવા દિવસે નિયત કરવામાં આવ્યા છે. Grocer's Day–ગાંધીઆના દિવસ તે દિવસે સમગ્ર શહેરના ગાંધીએ આવશે. Japanese Dayજાપાનીઓના દિવસ. તે દિવસે પૅસિક્િક તટ- પરનાં સર્વ સસ્થાનેામાં વસતા સમસ્ત જાપાની આવશે. Farmers' Day-ખેડુતાના દિવસ. એ દિવસે સર્વ ખેડુતે એકત્ર થશે અને પ્રદર્શનના આનદ લૂટશે. આજે સિયેટલનિવાસીઓના દિવસ છે. આ વિજ્ઞાપન પ્રત્યેક સિયેટલનિવાસીને કહે છે કે મેળામાં આજે કઈ