પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો


૧૦૫ રૂપિઆ છે. આ શ્રી પિટસબર્ગમાં રહેનારા વિદ્યાર્થીઓને માટે છે. ઇતર છાત્રા પૈકી દિવસના વિદ્યાર્થીઓની વાર્ષિક શ્રી નવુ રૂપિચ્યા છે, અને રાતના વિધાર્થીઓની વાર્ષિક ફી એકવીસ રૂપિઆ છે. ભારતવર્ષની શાળાઓમાંથી મેટ્રીકમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અહીં સહુજ દાખલ થઇ શકશે. જે વિદ્યાર્થી એક વર્ષના ખર્ચ એક હજાર રૂપિઆ લઇને અહીં આવે તે સરલતાથી આકીનાં વર્ષમાં કામ કરી પૈસા મેળવીને વિદ્યાભ્યાસ કરી શકશે; પરંતુ તે વિદ્યાર્થી ચતુર, તીવ્રબુદ્ધિના અને મધુરભાષી હાવા જોઇએ. પિટસબર્ગમાં એક વેદાંત સેાસાઇટી પણ છે, અને તે હિંદુ છાત્રોને સાહાય્ય કરવાને હરેક પ્રકારે ઉધત રહે છે. ઈશ્વર કરે તે ભારતવર્ષમાં પણ આવુંજ એક વિદ્યાલય સ્થાપિત થાય અને તેમાં ઊંચ નીચ સર્વે વલ્ગુનાં બાલકા વિદ્યાભ્યાસ કરે; હાનિકારક અવનેની ગાંઠ કપાય અને દેશનાં બાલકે કલાકૈાશલ્યમાં નિષ્ણાત થઈ ભારતની નિર્ધનતા દૂર કરે. મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો ઇ. સ. ૧૯૦૯ ના મેની તા. ૨૬ મી અને બુધવારને દિવસે મારૂં — વિશ્વવિદ્યાલયનું વર્ષ પૂરૂં થયું. પરીક્ષા આપી દીધી. હવે એવી ફિકર લાગી કે આગલા વર્ષના અભ્યાસને માટે દ્રવ્ય કમાવાને પ્રાધ કરવા જોઇએ. જ્યારથી હું અમેરિકા આવ્યેા છુ ત્યારથી મે એવા પ્રબંધ