પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો

મારી ડાયરીનાં કૅટલાંક પૃષ્ઠે વિષ્ણુદાસ:-“ આપની ઘડીઆળમાં કેટલા વાગ્યા છે ? ’ હું બોલ્યાઃ-~“ સાડાઆઠ વાગ્યા છે. ” વિષદાસ:- મેક્સિકે દેશના રહેનારા પેલા મેકિસકન ક્યાં છે? તે આપણી સાથે આવશે કે નહિ ? ’’ હું આક્ષે:- અવશ્ય આવશે. તે હમણાં નીચેથી આવે છે. ” થોડી વાર સુધી અમે વાત કરતા એસી રહ્યા. જ્યારે મેક્સિકન આવી પહોંચ્યા ત્યારે અમે ત્રણે જ નાકરીની તલાસ કરવાતે ખડ઼ાર નીકળ્યા. ૧૦૩ મારા આ બન્ને સાથીઓને પરિચય પાડકાને કરાવવા આવશ્યક છે. વિષ્ણુદાસ વોશિંગ્ટન વિદ્યાલયમાં ઇલેકટ્રીક એન્જીનિયરીંગના અભ્યાસ કરતા હતા અને મારી પેઠે મજુરીપરજ નિર્વાહ કરતા હતા. વિદ્યાલયમાં તેમનું આ પ્રથમ વર્ષ હતું. આ વર્ષે તે તેમણે સારી રીતે વ્યતીત કર્યું, કારણ કે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કરતી વખત તેમની પાસે પૂરતા પીઓ હતા. આ રૂપીઆ તેમણે બેંકાવરમાંથી પેદા કર્યા હતા. પરંતુ હવે આગલા વર્ષના વિદ્યાભ્યાસતે માટે તે પણ દ્રશ્ય કમાવાની કિંકરનાં હતા. બીજા મહાશય હિંસારિતા સધાઈયાં, મેક્સિકન હતા અને તેએ કેવળ દ્રવ્ય કમાવાને માટેજ અમેરિકામાં આવ્યા હતા. તે ભલા અને મિલનસાર હોવાથી અમારા સાથી બની ગયા હતા. તેએ અમારી પાસેનાજ એરડામાં રહેતા હતા અને અમારા જેવીજ ધુનના માણૂસ હતા, તેથી અમારૂં મન તેની સાથે મળી ગયું હતું. આથી અમે ત્રણે પરદેશી સાથેજ મજુરીની તલાશમાં નીકળ્યા. અમેરિકામાં સર્વ કામેા નિયમબદ્ધ થાય છે. મજુરી શોધી આપવી એ પણ એક નિયત ધંધા છે. મેટાં મેટાં શહેરમાં અનેક એજન્સીએ નોકરી શોધી આપવાનું કામ કરે છે. અંગ્રેજીમાં તેમને