પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ એમ્પ્લાયમેન્ટ એજન્સીઝ ( Employment Agencies) કહે છે. અમે આવી એજન્સીએમાંજ નોકરીની માહિતી મેળવવાને જતા હતા. પ્રાયઃ સાડાનવ વાગે અમે સિયેટલના પરામાંથી શહેરમાં પહોંચ્યા. સિયેટલ શહેર પણ અમેરિકાનાં ઇતર શહેરની પેઠે માઇલોના માલા- સુધી લાંબું પહેાળુ ચાલ્યું ગયું છે. વાશિગ્ટન વિશ્વવિદ્યાલય પણ અહીં- આંજ છે. વિજળીની ગાડીએ અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દેતા કરે છે. પ્રદર્શનને લીધે આજકાલ ગાડીઓમાં શ્રેણી ભીડ રહેતી હતી. ખાસ કરીને જે ગાડીએ વિશ્વવિદ્યાલયથી શહેરમાં જતી હતી તેમાં વિશેષ ભીડ રહેતી હતી, કારણ કે પ્રદર્શન વિશ્વવિદ્યાલયની ભૂમિપર ભરવામાં આવ્યું હતું. અમે વિશ્વવિદ્યાલયની પાસે રહેતા હતા. આથી અમને શહેરમાં જતાં ઘણી વાર લાગી. સિમેટલના મેટા મેટા મહેલાએમાં આ એજન્સીએ આવેલી છે. ત્યાં આવીને અમે પૂછપરછ કરવા માંડી. એજન્સીએની દિવાલ- પર ભિન્ન ભિન્ન પ્રકારનાં કામેાની જાહેર ખબર ચોંટાડેલી જોવામાં આવી. નમુના તરીકે તેમાંની એ ચારને અનુવાદ નીચે આપીએ છીએઃ ૧. વીશ મજુરે સડકપર કામ કરવાને જોઇએ છે. મારી રાજના છ રૂપી. ૧૦૮ ૨. ત્રણ મજુરે! લાકડાંના કારખાનામાં કામ કરવાને તે એ છે. માસિક પગાર ૧૨૦ રૂપી. રહેવાનુ મકાન મફત. ૩. એ માણસો એક હોટેલમાં વાસણ ધોવાને જોઇએ છે. પગાર ૬૦ રૂપીઆ. ભેજન અને મકાન મક્ત. ૪. છ સુતાર સિયેટલના પશ્ચિમ ભાગમાં જોઇએ છે. પગાર રાજના ૯ રૂપી. આ પ્રકારની ઘણી જાહેર ખબરે। ઘણી જગ્યાપર જોઈ. અમારા