પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ઉન્નતિમાં દત્તચિત્ત રહેલા છે, અને જગતની સમૃદ્ધિ તેમની આગળ હાથ જોડીને ઉભી રહેલી છે. સૌથી પ્રથમ હું આપને તે ધર્માત્મા, સદાચારી અને પડિત- શિરામણિ પુરુષને પરિચય કરાવું છું કે જેના પુરુષાર્થથી શિકાગા વિશ્વવિદ્યાલય આટલી પ્રસિદ્ધિને પ્રાપ્ત થયું છે. તે મહાપુરુષનુ નામ વિલિયમ રૅને હાર્પર છે. તેમણે 'કાન્સર્ડ ( New Concord, Ohio) નગરની હાઇસ્કૂલમાં વિદ્યાભ્યાસનો પ્રારંભ કર્યા હતા અને મસ્ટિંગ્ઝાન કાલેજમાંથી ચૌદ વર્ષની વયે ખી. એ. ની પદવી પ્રાપ્ત કરી હતી. તપશ્ચાત તેએ! ત્રણ વર્ષપર્યંત ભાષાઓનું અધ્યયન કરતા રહ્યા હતા. ૧૮૭૩ માં તેમણે અમેરિકાની પ્રસિદ્ધ યુનિવર્સિટી ગેલ ( Yale ) માં વિદ્યાભ્યાસ કરી Ph. D. (દર્શન શાસ્ત્રના આચાર્ય)ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી તેમણે કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક તથા અધિષ્ઠાતા તરિકે કામ કર્યું. ૧૮૯૧ માં તેમને શિકાગાના જૂના વિદ્યા- લયના પ્રેસિડેન્ટ તરિકે નિયત કરવામાં આવ્યા; અને ૧૮૯૧ થી ૧૯૦૬ ના જાન્યુઆરી માસ પર્યંત તનમનથી તેની સેવા કરતા કરતા તે પલેાકગામી થયા. જ મહાશયના પરિશ્રમ, નિઃસ્વાર્થભાવ અને વિશાલ બુદ્ધિને- લીધે શિકાગા વિદ્યાલય એક સાધારણુ કોલેજમાંથી ૧૪ વર્ષની અંદર જગતનાં મોટાં મોટાં વિશ્વવિદ્યાલયની પક્તિમાં વિરાજમાન થયું. એમનાજ પ્રભાવથી અમેરિકાના પ્રસિદ્ધ ધનાઢય જાન. ડી. રૉકફેલરે આ વિધાલયને ૩ કરોડ ૩૦ લાખ રૂપિઆ પ્રદાન કર્યાં. તેમના વચ નને કાઇ ઉથાપતું નહેાતું. તેઓ જેની પાસે જને કહેતા કે વિશ્વ વિદ્યાલયને માટે અમુક વસ્તુની આવશ્યકતા છે, તે તેમની ઇચ્છા પૂર્ણ કરવું.