પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
શિકાગો વિશ્વવિદ્યાલય


એકવાર તેમને પોતાના વિદ્યાલયને માટે એક દૂરબીનની જરૂર પડી. આથી તેમણે તે વાત શિકાગાના ધનાઢય પુરૂષ મહાશય યરસને કહી. તેમણે તત્કાલ તેમની વાત માન્ય કરી અને એક મોટું દૂરબીન મગાવી આપ્યું. આ દૂરબીન જગતમાં સર્વ દૂરખાનેથી મેટું છે. યપિ આપણા દેશમાં પણ એવા એવા મહાપુરૂષો છે કે જેમની ઇચ્છામાત્રથી વિદ્યાલયેા સ્થાપિત થઇ શકે એમ છે; પરંતુ તે હુજી ઉચિત સ્થાને દાન કરતાં કરાવતાં શીખ્યા નથી. જ્યારે આપણા દેશના સત્પુરૂષો જાતિની ઉન્નતિનું રહસ્ય સમજશે ત્યારે કલાકાશલ્ય અને વિજ્ઞાનની શિક્ષાના પ્રબંધ થવામાં વિલંબ થનાર નથી. ૧૮૭ ઇ. સ. ૧૮૮૬ માં શિકાગા નગરીના એંટિસ્ટ સમ્પ્રદાયના ધનાઢય પુરૂષોએ એક સાધારણ કાલેજની સ્થાપના કરી. ઇ. સ. ૧૮૯૧- માં મહાશય હાર્પર એ કોલેજના પ્રેસિડેન્ટ તરિકે નિયુક્ત થયા. ધીમે ધીમે તેમણે એ વિદ્યાલયને કેાઇ વિશિષ્ટ સમ્પ્રદાય વા જનસમુદાયની સાથે સબબ રાખતું મધ પાડવાનો પ્રયત્ન કર્યાં. તેમણે એનાં સર્વ પ્રકારના સ્વતંત્ર વિચારવાળા અધ્યાપકો નિમવાના ઉદ્યાગ કર્યો. આમ કરવામાં તેમને! હેતુ કાઇની પણ વિચારસ્વતંત્રતામાં બાધા ઉપસ્થિત ન થાય તેમ કરવાના હતા. પ્રેસિડેન્ટ હાર્પર સ્વયં મહા સ્વતંત્ર પ્રકૃતિના મનુષ્ય હતા. તેઓ જાણતા હતા કે જે શાળા પાઠશાળામાં વિચારસ્વતંત્રતા હૈાતી નથી અને જેના પ્રમધક એસીનું વિચારના હોય છે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કદિ પણ ઉદાર હૃદયના ખી શકતા નથી. તેએ જાણતા હતા કે સામ્પ્રદાયિક પાડશાળાએના વિદ્યાર્થીઓના વિચાર અવશ્ય સકીર્ણ બનો જાય છે અને તેથી તે ભવિષ્યમાં જનસમાજને પૂર્ણ લાભ કરી શકતા નથી. તેમની આ માન્યતાની યથાર્થતા આપણે આપણા દેશમાં પ્રત્યક્ષ જોઇએ છીએ. ભારતવર્ષમાં પૃથક પૃથક્ મતા અને સમ્પ્રદાયાની અનેક કાલેજો અને પાઠશાળા છે. ભારત-