પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
શિકાગો વિશ્વવિદ્યાલય


પણ છે. તે સિવાય અન્ય મતાવલખીએના દેવા પણ અહીં છે. જમણી તરક એશિયાના અન્યાન્ય દેશનાં ચિત્ર આદિ છે. અહીં ધર્માપદેશકt ( Missionaries) તૈયાર કરવામાં આવે છે, કે જે જગતમાં ખ્રિસ્તીધર્મના પ્રચાર કરે છે. અહીં વનસ્પતિવિદ્યાની ઉચ્ચ પક્તિની શિક્ષા આપવામાં આવે છે. તેને માટે પણ એક વિશાલ મકાન અલગ છે. સર્વથી ઉંચા માળ- પર એક ૨૧૦૦ મીટનું લીલું ધર ( Green house ) છે, તે પર ચઢવાને માટે એક ઇલિવેટરના ઉપયોગ કરવામાં આવે છે. પ્રત્યેક શ્રેણીના વિદ્યાર્થીઓને આ લીલા ધરમાં જાતજાતના છેડવા અને વન- સ્પતિનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવે છે, અને તેની રચના, વૃદ્ધિ આદિના નિયમેા સમજાવવામાં આવે છે. આ મકાનમાં એક સાથી મેટી પ્રયોગશાળા નવા વિદ્યાર્થી માટે છે. બીજા વિદ્યાર્થીને માટે ફૅટલીક નાની નાની પ્રયોગશાળાએ છે. તેમાં ભિન્ન ભિન્ન પ્રકારની શોધખાળ અને નિરીક્ષણનું કામ થાય છે. અહીંની રાસાયનિક પ્રયામશાળા વક્તા તથા રસાયવિધાના ત્રાને માટે છે. એ ઇમારત ૧૮૯૨ માં મહાશય સિડની.એ. ફૅન્ટે યુનિવર્સિટીને પ્રદાન કરી હતી; અને તેમનાજ નામથી એ પ્રસિદ્ધ છે. ૧૮૯૪ ના જાન્યુઆરીની ૧ લી તારિખે છ લાખ ૧૧ હુન્નર રૂપિઆ, એને પ્રસ્તુત સ્થિતિમાં લાવવાને માટે ખર્ચાયા પછી, આ ભવન ખત્રાના ઉપયોગને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એમાં ત્રણ માળ છે અને તેપર રસાયન સબંધી સર્વ કામ કરવાને માટે ભિન્ન ભિન્ન એર- ડાઓ છે. જે વિદ્યાર્થીઓ પોતાની સમગ્ર ઉમ્મર રસાયન વિદ્યામાંજ વ્યતીત કરવા માગતા હોય તેમને માટે સર્વ પ્રકારની સામગ્રી આ મકાનમાં છે. આ કૅન્ટભવનમાં એક નાટકશાળા પણ છે, તેમાં નાટક સબંધી સર્ચ પ્રકારની શિક્ષા આપવામાં આવે છે, અને વક્તત્ત્વ ગુ અ. પ્ર. ૧૩