પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
શિકાગો વિશ્વવિદ્યાલય


૧૯૫ ભ્યાસ કરે છે તેમને અહીં કાઇ કણાની દ્રષ્ટિથી જોતા નથી. જનસમાજમાં ઉલટી તેની અધિક પ્રતિષ્ઠા થાય છે. આજ કારણથી અમેરિકામાં નિર્ધન માતપિતાને પુત્ર સયુક્તરાજ્યના પ્રેસિડેન્ટ બની શકે છે. ઉલટ પક્ષે ભારતવર્ષના ધનસમ્પન્ન લેાકા પોતાના નિર્ધન દેશી ભાઇઓની ધૃણા કરે છે. તેમના હિતને માટે તે ધાર ચેડા પ્રયાસ કરે છે, લાકે જ્યારે પોતાનાજ દેશવાસીએ પ્રત્યે પ્રેમ ન રાખે અને તેમને હલકા ગણે ત્યારે ઉન્નતિ શી રીતે થાય ? મહાશય રિયરસનની બધાવેલી નૈતિક પ્રયોગશાળા {Physical Laboratory ) પણ અહીં જોવા મેગ્ય છે. વિદ્યાપ્રેમીએ વિજ્ઞા- નની પ્રગતિને માટે તે કેટલા વ્યય કરે છે તે આ પ્રયેગશાળા જોવાથી પ્રતીત થાય છે. આ પ્રયોગશાળામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રયાગ કરતાં પણ કાંઇ હરકત નડતી નથી. દિવાલે અને માળામાં આવશ્યકતા- નુસાર નળીએ લઇ જવાને માટે આકાં રાખવામાં આવેલાં છે. જા માળ ઉપર નિરીક્ષણ અને પ્રયોગ કરનારને માટે સર્વ પ્રકારની સામગ્રી પ્રસ્તુત છે. અહીં વિદ્યાર્થીઓને માટે એજાર બનાવવાનું એક કારખાનું પણ છે. જે યંત્રની આવશ્યકતા પડે છે તે અહીં તત્કાળ બનાવી લેવામાં આવે છે. સાથી નીચેના માળપર ત્રણ Dynamos ( ડાઈ- નેમે! એ એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર છે ) અને એક એન્જીન ગરમી પહોંચાડવાને માટે છે. કાયદાનું શિક્ષણ આપનારી શાળા કૅમ્બ્રીજ ( ઈંગ્લાંડ )ની પ્રસિદ્ધ કિંગ્સ કૅલેજ (King's College)ના જેવી છે. જેણે ઉક્ત કાલેજ જોઇ હોય તે આ શાળા કેટલી રમણીય અને વિશાળ હાવી જોઇએ તે સમજી શકશે. તેની સાથે એક અતિ મોટું પુસ્તકાલય છે. એક મેટા હૅાલ વિધાર્થીઓના અભ્યાસને માટે છે. જુદા જુદા આસનપર પ્રાયઃ ગુપચુપ ખેઠેલા વિદ્યાર્થીઓ પોતપોતાના પાઠમાં નિમગ્ન જણુાય છે,