પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ખચના પૈસા ન મળી શકે તેા તેમના વિદ્યાભ્યાસ અંધ પડી જાય છે. જેમનાં માબાપ ભણાવી શકતાં નથી, તેએ વિદ્યાપ્રાપ્તિથી ચિત રહે છે. હુ બહુ તે છેકરાએ ભીખ માગીને ભણે છે. આનુ પરિ- ણામ એ આવે છે કે તેમને પોતાના જીવનસંગ્રામની તૈયારી કરી રાખવાની સંધિ મળતી નથી. તેમને પોતાની જાત ઉપર શ્રા રહેતી નથી. તેએ એમ સમજે છે કે અમે કાંઇ પણ કરી શકીએ એમ નથી, કારણ કે તેએ પાતાનાં કાર્યો પતે કરવાની ટેવ પાડતા નથી. (૨) જ્યારે હું શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ડારાન નામની એક છેકશવિદ્યાભ્યાસ કરવાને આવ્યેા. તેની પાસે કેવલ બાર આનાના પૈસા હતા. શિકાગો એક એવું શહેર છે કે જ્યાં પગલે પગલે ખચવાને રૂપિઆ જોઇએ છે. એક પાઉ ખરીદવાને માટે અઢી આના જોઇએ છે. આ આના વિના હજામત થતી નથી. જો ખાલ કપાવવા હોય તા દોઢ રૂપિઆ વિના ચાલતું નથી. આવા શહેરમાં એક છે.કરેા બાર આનાના પૈસા લતે યુનિવાર્સટીમાં અભ્યાસ કરવાને આવ્યે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં નેકરી અપાવનારૂં એક ખાતું હેાય છે, તેને અંગ્રેજીમાં Employment Bureau કહે છે. ડેરાને ત્યાં જઈને કામની તપાસ કરી. ત્યાંના અધ્યક્ષ ડેરા- નને પૂછ્યું: “ તમે ટુટેલમાં વાસણ માંજવાનું કામ કરશે ? ' ડારાન ઉત્સાહી છે.કરા હતા. તેણે ઝટ કહ્યું:- cr હા સાહેબ, હું દરેક પ્રકારનું કામ કરવાને તૈયાર છું.” આ સાંભળી અધ્યક્ષ અતિ પ્રસન્ન થયે અને તેણે ડારાનની પીડ થાડી. તે દિવસથી ડેારાત માસિક સાડ રૂપિઆંતે પગાર અને ભાજન એ સરતે હોટેલમાં વાસણુ' માંજવાનું કામ કરવા લાગ્યા. ચાર વર્ષ પર્યંત ′′