પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
અમેરિકાનો પ્રવાસ

૧૦ અમેરિકાના પ્રવાસ ત્યારે મારી પાસે ૧૫૦ રૂપીઆ હતા. જતાંવેતજ મે' યુનિવર્સિટીમાં પ્રવિષ્ટ થઇ વિદ્યાધ્યયન કરવા માંડયુ. શિકાગા વિશ્વવિદ્યાલયમાં Quarter System પ્રચલિત છે. પ્રતિ ત્રણ માસે ટાઈમટેબલ અદ- લાય છે. પ્રથમ ત્રણ માસને માટે મારી પાસે પૂરતા ખર્ચે હતા, તેથી હું નિશ્ચિતતાપૂએઁક મારા કામમાં નિમગ્ન થઇ ગયા. વિશ્વવિદ્યાલયની શ્રી વાર્ષિક ૪૫૦ રૂપીઆ છે, પરંતુ મારી ફી પ્રેસિડેન્ટ મહેાયે માર્ક કરી હતી. દેઢસા રૂપીઆથી મેં મારું કામ શરૂ કરી દીધું. પરંતુ મેં એટલે વિચાર ન કર્યો કે આ રકમ ખલાસ થઈ ગયા પછી હું શી રીતે નિર્વાહ કરીશ ? મારામાં હિંદુસ્થાની સંસ્કાર ભરેલા હતા, તેથી હું ભાગ્યને બરાસે રહ્યેા. મેં મનમાં ધાર્યું કે આ રૂપીઆ પૂરા થયા પછી ઈશ્વર કાર્યસિદ્ધિને માટે કોઇ ને કાઈ માર્ગ બતાવશેજ. મેં ઉદ્યોગ તા સર્વેથા છોડીજ દીધા. જ્યારે ત્રણુ મહિના પૂરા થવા આવ્યા અને રૂપીઆ ખૂટી પડવાની અણીપર આવ્યા ત્યારે મને અત્યંત ચિંતા થવા લાગી. હું આમ તેમ ભ્રમણ કરી લોકોને કરીના સંબંધમાં પુછપરછ કરવા લાગ્યા; પરંતુ તેથી કાં' પણ વધ્યું નહિ. એક દિવસ મારા એક મિત્રે મને સલાહ આપી કે Employnment Bureau (તેાકરી અપાવનારા ખાતા)માં જÉને તપાસ કરા. તેના કહેવાથી હું તે ખાતાના અધ્યક્ષની પાસે ગયા. મને જોઈ ને તે અધ્યક્ષ મલ્યેઃ– fr >> તમે હોટેલમાં વાસણ માંજવાનું કામ કરશે ? ” તેના શબ્દો મને વજ્રપાત સમાન લાગ્યા. હું માથું ખંજવાળવા લાગ્યા, કારણુ કે મારા કુલમાં કોઇએ કદિ પણ આવું કામ કર્યું નહતું. અધ્યક્ષે જ્યારે મને ચૂપ દીઠા ત્યારે તે સ્મિત કરીને એક્લ્યાઃ– તમારા દેશમાં તે વાસણ માંજનારાની જુદી જાતિ છે કેમ ? ” “ &ા, સા હૈ. ” મેં ધીમેથી ઉત્તર આપ્યો.