પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) મા કોઇની ઉંધમાં વિઘ્ન ન થાય. આપણે આપણાં સુખદુઃખતે જેવા ખ્યાલ રાખીએ છીએ તેવાજ ખ્યાલ અન્યનાં સુખદુ:ખને રાખવા જોઇએ. એમ ન ધારવુ કે અમે ભાડું ભરીએ છીએ માટે ફાવે તેમ કરીશું. આવા માણસને તત્કાળ ધરમાંથી બહાર કાઢવામાં આવે છે. જ્યારે કોઇ સ્ત્રીની સાથે વાત કરે ત્યારે કોઈ અસભ્ય શબ્દ વાપરશે નહિં અથવા કોઈ પણ પ્રકારની હરકત કરશે નહિ. તે દેશનાં સ્ત્રી પુરૂષોમાં પરબ નમ્રતા તથા સ્મિતપૂર્વક વાત કરવાનો રિવાજ છે. આને કાંઇ ઉલટા અર્થ સમજવા નિ. વાત ચાલતી હોય ત્યારે દિ કાઈ શબ્દ સમજાય નહિ અને પુનઃ પૂછ્યું હોય તે I beg your parlon એમ કહેવું. દિ રસ્તે ચાલતાં ભૂલથી કોઇને આપણી ડાકર વાગે તો ઝટ I get your pardon એમ કહેવુ. જે કોઈ માણસ તમારી પડેલી કોઇ ચીજ ઉઠાવીને આપે અથવા કોઇ વાતમાં જરા પણ પ્રેમ દર્શાવે તે તત્કાળ તેને Thunk you Very much એમ કહેવુ જોઇએ; નહિ તે તે સમજશે કે આ માણસ અસભ્ય છે, અને જ્યાં એકવાર તમારા આવેા સ્વભાવ જણાયા કે પછી તે લોકો તમારી સાથે વાત કરશે નહિ. આ વાતે તે ઘણી ૪૬ છે, પરંતુ તે દેશમાં આવી ક્ષુદ્ર વાતેથીજ મનુષ્યની કિસ્મત કરવામાં આવે છે. - જ્યારે કાઇને મળવા જાએ અથવા વિદ્યાલયમાં જાએ ત્યારે હમેશાં તમારા કોલર, ટાઇ, કાટ, પાટલૂન, બાલ વગેરે ઠીકઠાક કરીને જશે. બૂઢ સાધુ હોવા જોઇએ, હજામત કરેલી હોવી જોઇએ; જરાપણ ખામી ન હાવી બ્લેઇએ. કપડાં હમ્મેશાં સાફ અને સ્વચ્છ રાખવાં જોઇએ. આ વાતા પ્રત્યે તે દેશમાં ઘણું ધ્યાન આપવામાં આવે છે. આપણા દેશની સભ્યતા ભિન્ન પ્રકારની છે અને તે દેશની સભ્યતા ભિન્ન પ્રકારની છે. એટલા માટે વિદ્યાર્થીએને આ વાત જાણવી અતિ આવશ્યક છે.