પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯

૨૯૫ અહા ! દેશસેવાના મહિમા અતિ અદ્ભુત છે, તે પછી જેદેશ અને જે જાતિ કાઇ કાળમાં ગારવાન્વિત હોય, જે દેશમાં પ્રકૃતિએ પેાતાનું સંપૂર્ણ સાંદર્ય દર્શાવ્યું હોય, જે દેશના પર્વતા, નદીઓ, વહે- ળાએ અને ક્ષે તેની પ્રતિષ્ઠાનાં પ્રમાણ હાય, તે દેશની સેવા અને તે જ્ઞાતિના ઉદ્દારતે પ્રયત્ન શામાટે પુણ્યકારક ન હોય ? જે દેશની રતી રતીભાર જમીન મહાત્માઓના રક્તપાતથી સિંચિત થઇ હાય તે દેશની સેવા શામાટે પુણ્યકારક ન હોય ? આવા પુણ્યશાળી દેશમાં ઉત્પન્ન થઇને જે મનુષ્ય તેની અધઃપતિત અવસ્થા સુધારવામાં પોતાનું તન, મન અને ધન સમર્પણ કરી દેતે નધી તેનું જીવન વ્યર્થ જા સમાન સમજવું.’’