પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮

૨૫ શિખરે ચઢી શકે એમ છે ? સત્ય માનન્હે કે માત્ર એકલા પુરૂષાથીજ દેશદ્વાર થઈ શકે તેમ નથી.’ દેશ સેવા:— જગતમાં તે માસને ધન્ય છે કે જેણે પોતાનું આયુષ્ય પોતાના દેશ અને પોતાની જાતિની સેવામાં ખચ્ચે હાય ! જગતમાં અમર કાણુ છે ? મૃત્યુ સર્વેની પાછળ લાગેલું છે, પરંતુ તે જીવનને ધન્ય છે કે જે માનવ જાતિનાં દુઃખા દૂર કરવામાં ખર્ચાયુંહાય ! ” “આહા ! આવા આત્માનું જીવન કેટલું ઉત્તમ છે ! ! તેમના વનમાંથી આપણને કેવી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થાય છે !! દેશહિતને માટે સસારનાં સુખ! તુચ્છ સમજવાં, ધન, માન અને અશ્વર્યપર લાત મારી નિષ્કામ બુદ્ધિથી માતૃભૂમિની સેવા કરવી, તેના ઉદ્ધારને માટે પોતાનું સર્વસ્વ અર્પણુ કરી દેવું, એ ઉદેશ જે પુરૂષને હોય તેને અમે નીચા વળીને નમસ્કાર કરીએ છીએ. ઋષિએ જણાવેલે સાચા વૈરાગ્ય આજ છે. એનાજ મહિમા ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં ગાયા છે. આવે પુરૂષ પોતાના વનને યથાર્થે ઉપયોગ કરે છે, એટલુંજ નહિં પરંતુ તે અન્યાને પણ પોતાના પથનું અનુસરણુ કરવાને આહ્વાન કરે છે. તેના જીવનમાં એક અદ્ભુત શક્તિ આવી જાય છે. તેના મુખમાંથી નીકળેલા શબ્દો મુરદામાં પણ ચૈતન્યના સંચાર કરી દે છે. તેનું નામ સર્વને પાવન કરનારૂં બની જાય છે. તેના જીવનની ઘટ- નાએ શિક્ષાપ્રદ હોય છે. તેને યશ પોતાના દેશમાં ફેલાય છે, એટલુંજ નહિ પરંતુ દેશદેશાંતામાં પણ ફેલાઇ જાય છે. તે મનુષ્યમાત્રના આ દરને પાત્ર બને છે. સમગ્ર જગત આવા પુરૂષને હૃદયપૂર્વક અભિનદન આપે છે. તે જ્યાં જ્યાં જાય છે, જ્યાં જ્યાં રહે છે, તે સર્વ સ્થાન તેના સ્પર્શથી પવિત્ર બની જાય છે. જે માણસાની સાથે તે જરા પણ વાર્તાલાપ કરે છે તે તેના સંગથી તરી જાય છે.”