પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વિધિ વિરંચિ વિશ્વંભરુ, હૃષીકેશ જગનાથ લલના,
અધહર આઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના...શ્રી સુપાર્શ્વ... ૭

એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર લલના,
જેહ જાણે તેહને કરે, આનંદધન અવતાર લલના...શ્રી સુપાર્શ્વ... ૮


૮ ચંદ્રપ્રભ જિન સ્તવન

(રાગ: કેદારો - ગોડી)


દેખઆણ દે રે સખી મુને દેખાણ દે, ચંદ્રપ્રભુ મુખચંદ, સખી...
ઉપશમ રસનો કંદ સખી, ગત કલિમલ દુખ દ્વંદ્વ
સેવે સુર નર વૃદ સખી... ૧

સુહમ નિગોદે ન દેખિયો સખી, બાદર અતિહિ વિશેષ સખી
પુઢવી આઉ ન લેખિયો સખી, તેઉ વાઉ ન લેશ સખી... મુને દેખણ દે...૨

વનસ્પતિ અતિ ઘણ દિહા સખી, દીઠો નહીંય દીદાર સખી
બિતિ ચૌરિંદી જલ લીહા સખી, ગત [૧]સન્નિ પણ ધાર સખી... મુને દેખણ દે...૩

સુર તિરિ નિરય નિવાસમાં સખી, મનુજ અનાર જ સાથ સખી,
અપજ્જતા [૨]પ્રતિભાસમાં સખી, ચતુર ન ચઢિયો હાથ સખી... મુને દેખણ દે...૪


  1. ગત સંજ્ઞી અસંજ્ઞી પંચેન્દ્રિય
  2. અપર્યાપ્તા