પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એમ અનેક થલ જાણીયે સખી, દરિશણ વિણુ જિનદેવ સખી,
આગમથી મતિ આણિયે સખી, કીજે નિર્મલ સેવ સખી... મુને દેખણ દે...૫

નિર્મલ સાધુ ભગત લહી સખી, યોગ અવંચક હોય સખી,
કિરિયા અવંચક તિમ સહી સખી, ફલ અવંચક જોય સખી... મુને દેખણ દે...૬

પ્રેરક અવ્સર જિનવરુ સખી, મોહનીય ક્ષય જાય સખી
કામિત પૂરણ સુરતરુ સખી, આનંદધન પ્રભુ પાય સખી... મુને દેખણ દે...૭



(૯). શ્રી સુવિધિનાથ સ્વામી

(રાગ: ધનાશ્રી - ગોડી)


સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે,
અતિ ઘણો ઉલટ અંગધરીને, પ્રહ ઉઠી પૂજીજે રે.... સુવિધિ... ૧

દ્રવ્યભાવ શુચિ ભવ ધરીને, હરખે દેહરે જઈએ રે,
દહતિગ [૧]પણ અહિગમ[૨] સાચવતાં, એકમના ધુરિ થઈએ રે... સુવિધિ... ૨


  1. દશત્રિક
  2. પાંચ અભિગમ