પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


(૧૩) શ્રી વિમલનાથ સ્વામી

(રાગ: મલ્હાર ― ઈડર આંબા આંબલી રે)


દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ
ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ.
વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વંછિત કાજ... વિલમજિન... ૧

ચરન કમણ કમલા [૧]વસે રે, નિર્મલ હિર પદ દેખ,
સમલ અથિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ.... વિલમજિન...

મુજ મન તુજ પદ પંકને રે, લીનો ગુણ મકરંદ,
રંક ગને મંદર[૨] ધરા રે, ઈંદ ચંદ નગિંદ.... વિલમજિન...

સહિબ સમરથ તું ધણી રે, પામ્યો પર ઉદાર.
મન વિશરામી વાહલો રે, આતમચો [૩]આધાર.... વિલમજિન...

દરિશણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ,
દિનકર કરભર પસંરતાં રે, અંધકાર પ્રતિષેધ.... વિલમજિન...

અમિભરી મૂરતિ રચી રે, ઉપમાન ઘટે કોય,
શાંત સુધારસ ઝીલતી રે, નીરખમ તૃપ્તિ ન હોય.... વિલમજિન...


  1. લક્ષ્મી
  2. મેરુ- સુવર્ણાચલભૂમિ
  3. આત્માનો