પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ,
કૃપા કરી મુજ દીજીએ રે, આનંદધન પદ સેવ.... વિલમજિન...



(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન

(રાગ: રામગિરિ પ્રભાતી)


ધાર તરવારની સોહલી દોહલી,
ચૌદમા જિનતની ચરણ સેવા,
ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર ન રહે દેવા... ધાર તરવારની... ૧.

એક કહે એવીએ વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લ્ચન ન દેખે,
ફલ અનેકાંત કિરિયા કરી બાપડાં
રડવડે ચાર ગતિમાંહિ લેખે.... ધાર તરવારની... ૨

ગચ્છના ભેદ બહુ નયણે નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં થકા;
ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા,
મોહ નડિયા કલિકાક રાજે.... ધાર તરવારની... ૩