પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધે જ સંભવે છે, અને આ અહંતા અવ્યક્ત પ્રકૃતિમાં રહેલી છે. અમૂર્છ મનુષ્ય આ અહંતાનો જ્ઞાનપૂર્વક ત્યાગ કરે છે. અને તેથી મૃત્યુ સમયે કે બીજા આઘાતોથી તે દુઃખ પામતો નથી. જ્ઞાનીઅજ્ઞાની બધાને, છેવટે તો, આ વિકારી ક્ષેત્રનો ત્યાગ કર્યે જ છૂટકો છે.

અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, શુધ્ધતા, સ્થિરતા,આત્મસંયમ, ઇન્દ્રિયોના વિષયોને વિશે વૈરાગ્ય, અહંકાર-રહિતતા, જન્મ, મરણ, જરા, વ્યાધિ વિશે રહેલાં દુઃખ તેમ જ દોષોનું નિરંતર ભાન, પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં મોહમમતાનો અભાવ, પ્રિય કે અ પ્રિય જે આવી પડે તેને વિશે નિત્ય સમાનવૃત્તિ, મારે વિશે અનન્ય ધ્યાનપૂર્વક એક્નિષ્ઠ ભક્તિ, એકાન્ત સ્થળનું સેવન, જનસમૂહમાં ભળવાનો અણગમો, આધ્યાત્મિક જ્ઞાન વિશે સ્થિરનિષ્ઠા, આત્મદર્શન - આ બધું તે જ્ઞાન કહેવાય. એથી ઊલટું તે અજ્ઞાન. ૭-૮-૯-૧૦-૧૧.

૧૩૦