પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવે ટાણે, સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. ૧૪.

શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજય — ભયાનક કર્મવાળા ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. ૧૫.

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામે શંખ વગાડ્યો ને નકુલે સુઘોષ તથા સહદેવે મણિપુષ્પક નામે શંખ વગાડ્યો. ૧૬.

તેમ જ, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમન, રાજા વિરાટ, અજિત સાત્યકિ,૧૭.

દ્રુપદરાજ, દ્રોપદીના પુત્રો, સુભદ્રાપુત્ર અભિમન્યુ આ બધાએ, હે રાજન્ ! પોતપોતાના જુદા જુદા શંખ વગાડ્યા. ૧૮.

પૃથ્વી અને આકાશને ગજાવતા એ ભયંકર નાદે કૌરવોનાં હ્રદયોને જાણે ચીરી નાખ્યાં. ૧૯.

હવે, હે રાજન્ ! જેની ધજા પર હનુમાન છે એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઈને, હથિયાર