પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાલવાની તૈયારીને સમયે, પોતાનું ધનુષ ચડાવી હ્રષીકેશને આ વચન કહ્યાં :

अर्जुन बोल्या :

'હે અચ્યુત ! મારા રથને (જરીક) બે સેનાની વચ્ચે લઈને ઊભો રાખો;૨૦-૨૧.

‘જેથી, યુદ્ધની કામનાથી ઊભેલાને હું નીરખું ને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે.; ૨૨.


‘દુર્બુદ્ધિ દુર્યોધનનું લડાઈમાં પ્રિય કરવાની ઈચ્છાવાળા જે યોદ્ધાઓ એકઠા થયેલા છે તેમને હું જોઉં તો ખરો.' ૨૩..

संजय बोल्या :

હે રાજન્ ! જ્યારે અર્જુને આમ શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમણે બંને સેનાઓ વચ્ચે, બધા રાજાઓ તેમ જ ભીષ્મ-દ્રોણની સામે તે ઉત્તમ રથ ખડો કરીને કહ્યું :

'હે પાર્થ ! એકઠા થયેલા આ કૌરવોને જો.' ૨૪-૨૫.