પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય નથી. ૨૭.

હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત એટલે કે પ્રગટ થાય છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે ? ૨૮.

નોંધ : ભૂત એટલે સ્થાવર-જંગમ તમામ સૃષ્ટિ.

કોઈ આ(આત્મા)ને આશ્ચર્ય સરખો જુએ છે, બીજા તેને આશ્ચર્ય સરખો વર્ણવાયેલો સાંભળે છે, અને સાંભળવા છતાં કોઈ તેને જાણતું નથી. ૨૯.

હે ભારત ! બધાના દેહમાં રહેલો આ દેહધારી આત્મા નિત્ય અને અવધ્ય છે; તેથી તારે ભૂતમાત્રને વિશે શોક કરવો ઘટતો નથી. ૩૦.

નોંધ: આટલે લગી શ્રીકૃષ્ણે બુદ્ધિપ્રયોગથી આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવી સૂચવ્યું કે જો કોઈ સ્થિતિમાં દેહનો નાશ કરવો યોગ્ય ગણાય, તો સ્વજન

૧૬