પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને તારા શત્રુઓ તારા બળને નિંદતા નિંદતા ન બોલવાના અનેક બોલ બોલશે, આથી વધારે દુઃખકર બીજું શું હોઈ શકે ? ૩૬.

જો તું હણાઈશ તો તને સ્વર્ગ મળશે. જો જીતીશ તો તું પૃથ્વી ભોગવશે. તેથી હે કૌન્તેય ! લડવાનો નિશ્ચય કરીને તું ઊભો થા. ૩૭.

નોંધ: ભગવાને પ્રથમ આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવ્યું. ત્યાર પછી સહજપ્રાપ્ત યુદ્ધ કરવામાં ક્ષત્રિયને ધર્મનો બાધ હોય નહીં એમ પણ બતાવ્યું. એટલે ૩૧મા શ્લોકથી ભગવાને પરમાર્થની સાથે ઉપયોગનો [લાભહાનિની વ્યવહારદષ્ટિનો] મેળ સાધ્યો.

ભગવાન હવે, ગીતાના મુખ્ય બોધનો પ્રવેશ એક શ્લોકમાં કરાવે છે.

સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય સરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તને પાપ નહીં લાગે. ૩૮.

આ મેં તને સાંખ્યસિદ્ધાંત (જ્ઞાનનિષ્ઠા) પ્રમાણે તારા કર્તવ્યની સમજ પાડી.

૧૮